દિલ્હી અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગતા 20 ના મોત: આકડો વધવાની આશંકા
દેશની રાજધાની દિલ્હીમાંથી હૃદય કંપાવી દે તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના વ્યસ્ત ગણાતા માલવીય નગર વિસ્તારમાં આવેલી ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’માં બુધવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 20 જેટલા માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકની લહેર દોડી ગઈ છે. સવારના સમયે જ્યારે લોકો દૈનિક કામકાજની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે જ કાળમુખી આગે આખી રેસ્ટોરન્ટને લપેટમાં લઈ લીધી હતી.
સવારે 9વાગ્યે સર્જાઈ આફત, ફાયર બ્રિગેડ એક્શનમાં
દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે લગભગ 9:00 વાગ્યે માલવીય નગરની ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’માં આગ લાગી હોવાનો ઈમરજન્સી કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી:
આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીનો જંગ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
ઘટનાસ્થળે તાત્કાલિક 10ફાયર ફાઈટરની ગાડીઓ રવાના કરવામાં આવી હતી.
આગ ઓલવવા માટે પ્રારંભિક તબક્કે બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર અને એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (QRV) સહિતની આધુનિક ફાયર ફાઈટિંગ સિસ્ટમ તૈનાત કરાઈ હતી.
રેસ્ક્યૂ ઓપરેશન અને મોતનું તાંડવ
આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે રેસ્ટોરન્ટમાં હાજર લોકોને બહાર નીકળવાની તક જ ન મળી. શરૂઆતમાં ફાયર ફાઈટર્સની ટીમે ભારે જહેમત બાદ બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ સમય વીતવાની સાથે અંદર ફસાયેલા લોકો ગૂંગળામણ અને દાઝી જવાને કારણે મોતને ભેટ્યા હતા. સત્તાવાર આંકડા મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ ચૂકી છે.
રેસ્ટોરન્ટમાં આગ કયા કારણે લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજ તરફ ઈશારો કરે છે, પરંતુ ફાયર વિભાગ અને પોલીસની એફએસએલ (FSL) ટીમ સંપૂર્ણ તપાસ બાદ જ સાચું કારણ જાહેર કરશે.
